Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona: રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા દર્દીઓ

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1325 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 221493 થઈ છે. 

Gujarat Corona: રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા દર્દીઓ

ગાંધીનગર, અમદાવાદ: રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1325 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 221493 થઈ છે. રાજ્યમાં કુલ 203111 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4110 થયો છે. 

fallbacks

ખાતાકીય તપાસના ઝડપી નિકાલ માટે રાજય સરકારે લીધો અતિ મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાથી એક જ દિવસમાં 15 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી સૌથી વધુ 9 લોકોના મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. એક જ દિવસમાં રિકવરીની વાત કરીએ તો નવા 1325 કેસની સામે 1531 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,03,111 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી સાજા થવાનો દર 91.70 ટકા થયો છે. 

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વરસાદ પડશે

રાજ્ય સરકારના દાવા છે કે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,875 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિ દિન 936.54 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83,71,433 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

આજે કુલ 5,49,350 દર્દીઓને કરાયા ક્વોરન્ટાઈન
આજે રાજ્યમાં કુલ 5,49,350 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,49,205 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે 145 લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ એક્ટિવ કેસ રાજ્યમાં 14272 છે. જેમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 14194 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 203111 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4110 થયો છે. આજે રાજ્યમાં જે 15 લોકોના મૃત્યુ થયા તેમાંથી 9 મૃત્યુ અમદાવાદમાં, 3 સુરત, 1 અમરેલી અને 1 રાજકોટ તથા 1 વડોદરા ખાતે નોંધાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More